ઉરવસો વસો પ્રભુ દુરના થશો;૧/૨

 પદ-૧/૨(રાગ :હેં હરિ હરિ)    પદ-૨૭૦

ઉરવસો વસો પ્રભુ દુરના થશો;
નજરથી નિમેશ એક નાથ ના ખસો. ટેક.
દાસી જાણી સારંગ પાણી આણી મોટી મહેર;
પ્રીત કરી પધારો પ્યારા મોહન મારે ઘેર. ઉરવસો.૧
મંગળકારી મૂર્તિ તારી પ્યારી પ્રાણાધાર;
અક્ષરના નિવાસી પોતે પ્રકૃતિની પાર. ઉરવસો.૨
શરદ ઋતુના કમળ સરખા સુંદર શોભે નેણ;
માણકીવાળા છો છોગાળા બોલો મીઠાં વેણ. ઉરવસો.૩
અરજી મારી ઉરમાં ધરી પ્રીતે રાખો પાસ;
સેવકને સંભાળી લેજો કે'છે નારાયણદાસ. ઉરવસો.૪
 

મૂળ પદ

ઉરવસો વસો પ્રભુ દુરના થશો;

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી