જગપતિ પતિ તારી ગહન છે ગતિ;૨/૨

પદ-૨/૨
પદ-૨૭૧
 
જગપતિ પતિ તારી ગહન છે ગતિ;દુષ્ટ મતિ દૈત્ય હણ્યા ભકતની વતી. ટેક.
ભક્તો સારુ ભોમી ઉપર આપ ધરો અવતાર;દાસ દોષ હણવાને માટે ત્રીકમ છો તૈયાર. જગપતિ.૧
સર્વ કાળમાં સત્સંગીનું મોહન રાખો માન;ભક્તો કેરી ભીડે આવો શામળીયા ભગવાન. જગપતિ.૨
બહુનામી નિષ્કામી સ્વામી ખામીના ખોનાર;અંતરજામી અક્ષરધામી ભક્તિના કુમાર. જગપતિ.૩
મન ગમતા હ્ર્દીયામાં રમતા સમતા શીલ ઉદાર;દાસ નારાયણના પ્રીતમ પ્યારા ઉતારો ભવપાર. જગપતિ.૪ 

મૂળ પદ

ઉરવસો વસો પ્રભુ દુરના થશો;

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી