અહોજી દયાળ જગત જંજાળ તેથી તત્કાળ બચાવોને૧/૨

 પદ-૧/૨(રાગ :અહો દીલદાર જરી દેદાર)    

પદ-૨૭૨
અહોજી દયાળ જગત જંજાળ તેથી તત્કાળ બચાવોને;
તેથી તત્કાળ બચાવો તેથી તત્કાળ બચાવોને.                         ટેક.
પાખંડી પીબેકનાં પાપ હર્યા પરમેશ,
જોબન ઝીણાભાઇને સુખી કર્યા સરવેશ;
કાળીદત્ત કાળ અમારી સંભાળ કરો નિજ ટેક વિચારીને.           અ.
લાલદાસજી ભક્તને લાગી તરસ અપાર,
ખારું જળ મીઠું કરી પાયું પ્રાણ આધાર;
એવા છોજી આપ દયાળુ અમાપ પ્રજાળોને પાપ પધારીને.     અ.
કષ્ટ હર્યા કોટિકતણાં ગણતાં નાવે પાર,
અચળ ભરોસો આપનો અક્ષરના આધાર;
નારાયણદાસ કહે માયા પાશ તેથી લીયો ખાસ ઉગારીને.       અ.
 

મૂળ પદ

અહોજી દયાળ જગત જંજાળ તેથી તત્કાળ બચાવોને

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી