શ્રીજી મહારાજ પધારોને આજ વધારોને લાજ સદા મા’રી;૨/૨

પદ-૨/૨

પદ-૨૭૩

શ્રીજી મહારાજ પધારોને આજ વધારોને લાજ સદા મા'રી;

વધારોને લાજ સદા માં'રી વધારોને લાજ સદા મા'રી.ટેક.

નામ તમારૂં નાથજી જપિયે આઠે જામ.

પવિત્ર થઇને પામીયે અવિચળ અક્ષરધામ;

ગરીબ નિવાજ કરો શુભકાજ ચરણનો દાસ મને ધારી.શ્રીજી.

ગુણ ચરિત્ર આપનાં દિવ્યગતિ દેનાર,

ગાતાં ને સુણતાં સદા ઉતરશે ભવપાર;

જગપતિ ઝાઝ ધર્મથી પાજ કરી મહારાજ સબળ સારી.શ્રીજી.

શરણાગતના શ્રીહરિ કષ્ટ કોડ હરનાર,

નારાયણદાસના નાથજી અક્ષરના આધાર;

ભકતોના પાળ ભક્તિના બાળ છબી અતિ પ્રાણથકી પ્યારી.શ્રીજી.

મૂળ પદ

અહોજી દયાળ જગત જંજાળ તેથી તત્કાળ બચાવોને

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી