છો સ્નેહ વશ શામળીયા મારા પ્રાણપતિ પાતળિયારે.છો. ૧/૧

પદ-૧/૧(રાગ :થઇ પ્રેમ વશ પાતળિયો)
પદ-૨૭૫
 
છો સ્નેહ વશ શામળીયા મારા પ્રાણપતિ પાતળિયારે. છો.ટેક.
નિત્ય કરો પ્રીત પ્રાણ સ્નેહી આપ અક્ષરનાવાસી;હરશો દુઃખ જ્ઞાન પ્રકાશી છો બળવંત બહાદુર બળિયારે. છો.૧
શોભા સાગર સંત સભાના દિપક દીન દયાળ;રંગભીના રસિક રૂપાળા થઇ પ્રસન્ન અઢળક ઢળીયા રે. છો.૨
વૃતપુરી સજી સભા અલૌકી બીરાજ્યા અવતારી;નીર્ખે સહુ નર ને નારી મારા તાપ ત્રિવિધિના ટળીયારે. છો.૩
સુખદ મૂર્તિ સુંદરવરની આનંદ મંગળકારી;દાસ નારાયણ જાય બલીહારી મને શ્રી સહજાનંદ મળીયારે. છો.૪ 

મૂળ પદ

છો સ્નેહ વશ શામળીયા મારા પ્રાણપતિ પાતળિયારે.છો.

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી