શાન્તિ સદા કાળ કરો વિશ્વના વિહારી ૧/૧

પદ-૧/૧(રાગ :નજર કરો નાથ જરા)

પદ-૨૭૬

શાન્તિ સદા કાળ કરો વિશ્વના વિહારી;

ત્રિવિધિના તાપ હરો દયા દિલ ધારી.ટેક.

સુખ સિંધુ શ્રીજી સદા ભકતપતિ ભગવાન,

આપ ચરણ પ્રતાપથી ભકત ફરે ગુલતાન;

દાસ દુઃખ નાશ કરો વિનંતી વિચારી.શાન્તિ.૧

અચળ ભરોસો આપનો મમ હૃદિયા મોઝાર;

સંકટમાં સેવક તણી વિઠ્ઠલ કરશો વહાર;

હાથ જોડી નાથ તારાં ચરણ કમળ વારી.શાન્તિ.૨

હરિવર હેત વધારશો અલબેલાજી આજ,

પ્રેમ ધરી પધારશો મનગમતા મહારાજ;

નારણદાસ હૃદય કેરા હાર તો હજારી.શાન્તિ.૩

મૂળ પદ

શાન્તિ સદા કાળ કરો વિશ્વના વિહારી

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી