અવતારી પ્રભુ સુખકારી, ૧/૪

 પદ-૧/૪(રાગ :કવાલી)          પદ-૨૭૭

અવતારી પ્રભુ સુખકારી, સદા ઘનશ્યામ અકામ અજીત હરિ;
હરિ હાં...રે ઘનશ્યામ અકામ અજીત હરિ.                                            ટેક.
તમે ભકત પતિ ભવ ભિતી હરો, વળી સંકટમાં ઘણી સહાય કરો;
તમે ભકત સારૂ અવતાર ધરો, ઘનશ્યામ અકામ અજીત                     હરિ.
અજ ઉમાપતિ અતિ સમરે સદા, જતી જોગી સતી જપે તમને તદા;
માયા મોહ વિકાર ન વળગે કદા, ઘનશ્યામ અકામ અજીત                 હરિ.
મન વાણી વિચાર પ્રકૃતિ પરા, ભક્તિ સુત ભવાબ્ધિ કષ્ટ હરા;
સુખકંદ અધિક આનંદ કરો, ઘનશ્યામ અકામ અજીત                          હરિ.
કહે દાસ નારાયણ વિનતી ઘણી, મને ભક્તિ આપો નિજ ચરણતણી;
ધૈર્યવાન ધર્મકુળ મુગટમણી, ઘનશ્યામ અકામ અજીત                       હરિ.
 

મૂળ પદ

અવતારી પ્રભુ સુખકારી,

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી