ઉરવાસ કરો ભવત્રાસ હરો મારી આશ પુરો અવિનાશ હરિ૨/૪

 પદ-૨/૪                             પદ-૨૭૮

ઉરવાસ કરો ભવત્રાસ હરો મારી આશ પુરો અવિનાશ હરિ;
હરિ હાં...રે મારી આશ પુરો અવિનાશ હરિ.ટેક.
અતિ હેત વધે તમ સંગે હરિ, તવ ભકતોનો અવગુણ નાવે જરી;
એવી બુદ્ધિ આપો મને મહેર કરી, મારી આશ પુરો અવિનાશ હરિ.
પુષ્પમાળ દિયે કોઇ ભાવ ભરી, તેને મુકો છો નાથ નિહાલ કરી;
એવા દીન દયાળુ કૃપાળુ હરિ, મારી આશ પુરો અવિનાશ હરિ.
કાળ માયા અરિ રહે તમથી ડરી, નવ લોપે વચન કદીયે જરી;
તમે કર્તા થકા છો અકર્તા હરિ, મારી આશ પુરો અવિનાશ હરિ.
કહે દાસ નારાયણ પ્રાણપતિ, સુખકારિ દીયો મને શુભ મતિ;
કહે અંત સમે કરો દિવ્યગતી, મારી આશ પુરો અવિનાશ હરિ.
 

મૂળ પદ

અવતારી પ્રભુ સુખકારી,

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી