અરજી ઉરમાં ધરો સદા શાન્તિ કરો કોટિ કષ્ટ હરો કૃપાવંત હરિ;૩/૪

 પદ-૩/૪                                 પદ-૨૭૯

અરજી ઉરમાં ધરો સદા શાન્તિ કરો કોટિ કષ્ટ હરો કૃપાવંત હરિ;
હરિ હાં...રે કોટિ કષ્ટ હરો કૃપાવંત હરિ.                                                ટેક.
મુષ્ટી તાંદુલ શ્રી સુદામાના લીધા, તેનાં કંચનના તમે મહોલ કીધા;
એવી કૃપા અતિ ઉરમાંય ધરી, કોટિ કષ્ટ હરો                                      કૃપાવંત હરિ.
વળી વિદુર ભકતની ભાજી જમ્યા, વળી કુબજાની સાથે રંગ રમ્યા;
તેને ઘેર રહ્યા અતિભાવ ભરી, કોટી કષ્ટ હરો                                      કૃપાવંત હરિ.
નિજાંબરને ફાડીને ચીંદરડી કિધિ, તેને તાંતણે તાંતણે સાડી દીધી;
તેને જોઇ સભા રહી સ્થિર ઠરી, કોટી કષ્ટ હરો                         કૃપાવંત હરિ.
કરજોડી નારાયણદાસ કહે, ચિત્ત માંહી સદા તવ ભક્તિ ચહે;
ગર્ભ વિષે તે તો કેમ આવે ફરી, કોટી કષ્ટ હરો                                    કૃપાવંત હરિ.
 

મૂળ પદ

અવતારી પ્રભુ સુખકારી,

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી