માણકી ઘોડી ઉપર બેસી આવોને મારે ઘેર હરિ;૧/૨

પદ-૧/૨(રાગ :હાથ જોડી તારે ચરણે પડી)

પદ-૨૮૯

માણકી ઘોડી ઉપર બેસી આવોને મારે ઘેર હરિ;

આવોને મારે ઘેર હરિ, આવોને મારે ઘેર હરિ.માણકી.ટેક.

વાટ વિલોકીને ઉભી તમારી, દયા કરો નિજ દાસ ધારી;

પધારો બાંધી પાઘ પિયારી.આવો.૧

પલંગ પથારી ગાદી બીછાવી, બેસોને અક્ષર નાથ આવી;

પાવ પખાળું પંચામૃત લાવી.આવો.૨

ગુલબાના રૂડા હાર હજારી, પેરાવું પૂરણ પ્રેમ ધરી;

મુખડાની માયા લાગી તમારી.આવો.૩

જીવન જોવા રૂપ તમારૂં, ચંચળતા કરે ચિત્ત મારૂ;

નારણદાસ કહે નિત્ય ધારું.આવો.૪

મૂળ પદ

માણકી ઘોડી ઉપર બેસી આવોને મારે ઘેર હરિ;

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી