ભુધરજી ભવસાગર તારો, લાગુ તમારે પાય હરિ;૨/૨

પદ-૨/૨

પદ-૨૯૦

ભુધરજી ભવસાગર તારો, લાગુ ત��ારે પાય હરિ;

લાગુ તમારે પાય હરિ, લાગુ તમારે પાય હરિ.ટેક.

ગુણ તમારા અહોનિશ ગાતાં, વાર નથી કાંઇ સુખ થાતાં;

આડું ન આવે અક્ષર જાતાં.લાગુ.૧

દીન દયાળુ દયા ઉર લાવો , કાળની જાળથી ભકત બચાવો;

અન્ત સમે પ્રભુ તેડવા આવો.લાગુ.૨

આપ વિના નથી આશ્રય બીજો, એક તમે ધણી રીઝો કે ખીજો;

કહેવું ઘટે તે અમને કેજો.લાગુ.૩

જેવો તેવો પણ ભકત તમારો, દાસાનુદાસ કંગાલ બિચારો;

નારણદાસના નાથ ઉગારો.લાગુ.૪

મૂળ પદ

માણકી ઘોડી ઉપર બેસી આવોને મારે ઘેર હરિ;

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી