શ્રીજી મહરાજ પધાર્યા રે, ભક્તો પર ભાવ વધાર્યારે ૧/૧

પદ-૧/૧(રાગ :મને વૃજવાસ છે વાલોરે)

પદ-૨૯૧

શ્રીજી મહરાજ પધાર્યા રે, ભક્તો પર ભાવ વધાર્યારે.ટેક.

કાઠીયાવાડના કાઠી કઠણ, ભકત કર્યા ભગવાન;

દાદાખાચર આદિક ભક્તો, અક્ષર મુક્ત સમાન;

કામાદિક શત્રુ માર્યા રે.શ્રીજી.૧

ગુજરાતમાં ઘનશ્યામ બિરાજ્યા, કચ્છ ગયા અવતાર;

સોરઠ ઝાલાવાડ પધાર્યા, જીવન જગદાધાર;

કોટી કોટી ભકત ઉગાર્યા રે.શ્રીજી.૨

દેશો દેશમાં ધામ કર્યા ને, મંદિર ગામો ગામ;

ઘેર ઘેર કથા ને કીર્તન બોલે, સમરે આઠે જામ;

વિષય વિકારથી ભકત ઉગાર્યા રે.શ્રીજી.૩

સમૈયા કીધા ને ઉત્સવ કીધા, યજ્ઞાદિ કીધા અપાર;

દર્શન દીધાં ને પાવન કીધા, કોટિક નર ને નાર;

આસુરીને આપ સંહાર્યા રે.શ્રીજી.૪

સમાધિ કરાવી દિવ્ય દેખાડ્યાં, અક્ષર આદિક ધામ;

નિજ સ્વરૂપનો નિશ્ચે કરાવ્યો.પ્રીતમ પૂરણ કામ;

સાધુને દ્રઢ સુધાર્યા રે.શ્રીજી.૫

અધિક પ્રતાપ આપ જણાવ્યો, અધિક સામર્થ વાન;

નારણદાસનો નાથ પધાર્યા, દીધાં દર્શન દાન;

ભકતોને ભવજળ તાર્યા રે.શ્રીજી.૬

મૂળ પદ

શ્રીજી મહરાજ પધાર્યા રે, ભક્તો પર ભાવ વધાર્યારે

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી