સંત શ્રીજી મહારાજના અતિ પવિત્ર ચિત્ત ઉદાર; ૧/૧

પદ-૧/૧(રાગ :પૂર્વ છાયો)

પદ-૨૯૪

સંત શ્રીજી મહારાજના અતિ પવિત્ર ચિત્ત ઉદાર;

બત્રીશ લક્ષણ સંતનાં તેનાં પૂરણ એ પાળનાર.૧

ત્યાગ વૈરાગ્ય અથાગ ઉરમાં, ને જ્ઞાન ધ્યાન અપાર;

બ્રહ્મ રૂપ ને ભજે આ પ્રગટ ધર્મ કુમાર.૨

અતિ દયાળુ દીલના, વળી ક્ષમાવંત અપાર;

એવા સંત શિરોમણી, નથી વિષય ચિત્ત વિકાર.૩

નિષ્કામી ને નિર્લોભી, નિ:સ્નેહી ને નિરમાન;

નિ:સ્વાદી એવા સંત છે, જેણે હરિ ભજ્યાનું તાન.૪

મૂળ પદ

સંત શ્રીજી મહારાજના અતિ પવિત્ર ચિત્ત ઉદાર;

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી