તારી મૂર્તિ જોઉ છું જ્યારે હરિ મારી છાતિ સ્નેહે જાય ઠરી ૧/૪

તારી મૂર્તિ જોઉ છું જ્યારે હરિ,
મારી છાતિ સ્નેહે જાય ઠરી;
હું તારી છું ને તું મારો છો,
તારે રૂપે વાલમ જાઉં મરી...તારી૦ ૧
મને સુખભરી તમે છલકાવી દીધી,
હેતે ખેંચીને તુમાં સમાવી લીધી;
તું મારી સાથે હું તારી સાથે,
નથી ભાન બીજુ મને કાંઇ હરી...તારી૦ ૨
રહું વળગી ના અળગી થાઉ કદિ,
મારા તું જ સંગ રસબસ વિતે છે દિ;
આ સુખના ઘુંટડા પીતી રહું,
મારું તન મન મૂર્તિમાં ગયું ઠરી...તારી૦ ૩
રહી નહીં શકુ હરિ હવે તારા વિના,
દેહ રહે નહીં જીવન દેહી વિના;
કહે જ્ઞાનજીવન બહુ રાજી છું,
મળી મૂર્તિ સુખની ખાણ ખરી...તારી૦ ૪

મૂળ પદ

તારી મૂર્તિ જોઉ છું જ્યારે હરિ

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)

સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (સ્વરકાર)
કીર્તન કુંભ ભાગ-૪
Studio
Audio
0
1