અલૌકિક ગુણ છે ગીરધરમાંરે, ૧/૪

 પદ-૧/૪(રાગ :ઓધવ ક્યારે આવશે વનમાળીરે)

પદ-૨૯૭
અલૌકિક ગુણ છે ગીરધરમાંરે,
ધૈર્ય આદિક ધર્મકુંવરમાં.અલૌકિક.                               ટેક.
દયા ક્ષમા ને શીલ સ્વભાવે રે, ક્રોધ ટાણે પણ ક્રોધ નાવેરે;
લોભ વિષે નહિ લલચાવે રે.                                        અલૌકિક.૧
એક અંગોઠો નાથ દબાવેરે, કોટી કોટી બ્રહ્માંડ ડોલાવેરે;
પણ ગર્વ તેનો ઘટ નાવે રે.                                         અલૌકિક.૨
એવું સામર્થ સર્વ છુપાવીરે, ધરે અવતાર ભુતળ આવીરે;
જીવ તારે દયા દિલ લાવી રે                                      અલૌકિક.૩
સર્વ જીવોની નાડી છે હાથરે, રિદ્ધિ સિદ્ધિ રહે નિજ સાથરે;
એવા નારણદાસના નાથ રે.                                        અલૌકિક.૪
 

મૂળ પદ

અલૌકિક ગુણ છે ગીરધરમાંરે,

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી