હરિજન હોય ત્યાં હરિ આવેરે;૨/૪

પદ-૨/૪

પદ-૨૯૮

હરિજન હોય ત્યાં હરિ આવેરે;

ભલા ભક્તો પ્રભુજીને ભાવે.હરિજન.ટેક.

એકાંતિક અતિ ઘણા પ્યારારે, સતસંગી લાગે બહુ સારારે;

સ્નેહાધિન છે સરજનહારા રે.હરિજન.૧

ભલા ભક્તો શામળીયાને સંગેરે, થઇ રસબસ રસિયાને રંગેરે;

અતિ આનંદ ભોગવે અંગેરે.હરિજન.૨

પ્રભુને પ્રિય ભકત ઉદારારે, તેમ ભકતોને પ્રભુ છે પ્યારારે;

અન્યો અન્ય છે પ્રેમ અપારારે.હરિજન.૩

જ્યાં જ્યાં કથા ને કીર્તન થાયે રે, ત્યા તો શ્રીજી સાંભળવાને જાયેરે;

નારણદાસ નમે નિત્ય પાયે રે.હરિજન.૪

મૂળ પદ

અલૌકિક ગુણ છે ગીરધરમાંરે,

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી