હરિ હરિજનના હિતકારીરે૩/૪

પદ-૩/૪

પદ-૨૯૯

હરિ હરિજનના હિતકારીરે, વાલો ભકતવત્સલ ભયહારી.હરિ.ટેક.

મહા મુક્તોમાં ભકત ભેળવવારે, અંગીકાર કરે હરિ સેવારે;

નિજ સુખ અલૌકિક દેવારે.હરિ હરિજન.૧

નિજ દાસોની દીન દયાળરે, કરે પળે પળે પ્રતિપાળરે;

સુખ આપે હરિ સદાકાળરે.હરિ હરિજન.૨

ભકત ભીતિ અનંત ઉખાડેરે, શુળીનું દુઃખ કાંટે મટાડેરે;

કષ્ટ કાપીને શાન્તિ પમાડેરે.હરિ હરિજન.૩

રામાનંદ પાસે મહારાજેરે, સુખ માગ્યું છે ભકતોની કાજેરે;

નારાયણદાસ તણા શિરતાજરે.હરિ હરિજન.૪

મૂળ પદ

અલૌકિક ગુણ છે ગીરધરમાંરે,

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી