પ્રેમી હરિજન પ્રભુજીને પ્યારારે, ૪/૪

પદ-૪/૪

પદ-૩૦૦

પ્રેમી હરિજન પ્રભુજીને પ્યારારે, જેથી નાથ રહે નહિ ન્યારારે.ટેક.

પ્રેમી ભકત વિદુરજીની નારીરે, જેને ઘેર ગયા ગીરધારીરે;

વસ્ત્ર પેર્યાની ખબર વિસારીરે.પ્રેમી.૧

હનુમંતનો પ્રેમ અપારરે, ફેંકી દીધો મણીનો હારરે;

રાખ્યા રઘુપતિ રૂદિયા મોઝારરે.પ્રેમી.૨

બંશી નાદ સુણી વ્રજ નારીરે, મેલ્યાં ધાવતાં બાળ વિસારીરે;

ચાલી અવળાં તે અંબર ધારીરે.પ્રેમી.૩

આજ પ્રેમી જે ભકત થયા છેરે, લોયાના ત્રીજામાં તે કહ્યા છેરે;

નારણદાસના રૂદિયે રહ્યા છેરે.પ્રેમી.૪

મૂળ પદ

અલૌકિક ગુણ છે ગીરધરમાંરે,

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી