ઓ મુઢ મહા અજ્ઞાન તારી અક્કલ ક્યાં ઉઠી ગઇ; ૧/૧

 પદ-૧/૧(રાગ :હરિગીત છંદ)    પદ-૩૦૧

ઓ મુઢ મહા અજ્ઞાન તારી અક્કલ ક્યાં ઉઠી ગઇ;
વિવેકને વિસારીયો વિપરીત બુદ્ધિ શું થઇ.
હેવાન હૈયા ફૂટ હરિના ગુણ ગાયા નવ ઘડી;
પરનાર કેરો સંગ કીધો મેશ મોઢે ચોપડી.
બહુ રાંકને રડાવીયા કાંઇ વાંક જોયો નવ જરી;
અન્યાય કીધો લાંચ લીધી બીક મનમાં નવ ધરી.
સંસાર સુખને કારણે અધર્મ આખો આદર્યો;
અસત્ય ઝાઝું બોલતાં વિચાર પુરો નવ કર્યો.
હરિયે દીધો અવતાર આ અજ્ઞાન બંધન છુટવા;
તે પ્રભુને વિસારી બેઠો મુંઢ માથું કૂટવા.
અરે આવેલું વહાણ બોળ્યું ધિક્ક તુજને ધિક્ક છે;
એળે ગયો અવતાર હવે મરણ તો નજીક છે.
જગમાંય જન્મી જીવડા તે મોક્ષ ના સુધારિયો;
જૂઠી માયાની જાળમાં જીતી જ બાજી હારિયો.
આ લોક ને પરલોકમાં સુખ થાય એવું આદરો;
કહે ખાસ નારણદાસ હરિનું ભજન શુદ્ધ ભાવે કરો.

મૂળ પદ

ઓ મુઢ મહા અજ્ઞાન તારી અક્કલ ક્યાં ઉઠી ગઇ;

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી