ખુબ થશે ખુબ થશે ખુબ થશે ફજેતી તારી, ૧/૨

પદ-૧/૨(રાગ :અંગ્રેજી બનઝારો)
પદ-૩૦૩
 
ખુબ થશે ખુબ થશે ખુબ થશે ફજેતી તારી,સમર્યા નહિ કુંજ વિહારી.
મનસુબા મનમાં રહેશે, જમ જોર કરી જીવ લેશે;યમધર્મ કર્મફળ દેશે.
વિચારી આજ કરો શુભ કાજ શ્રીજી મહારાજ;ભજો નરનારી.સમર્યા.
નહિ રહે(૩)શરમને લાજ, જ્યારે જોર કરે જમરાજ;
પછી જોયા જેવું થાશે, લોકમાં લાજ લુંટાશે;હાડ હાડ શ્વાનપેર થાશે.
બગાડ્યું કામ ભજ્યા નહિ રામ, સદા સુખધામ;ગોવિંદ ગિરધારી.સમર્યા.
વહિ જશે(૩)અમુલ્ય આ ટાણું, નહિ પડે પછી ઠેકાણું;
ભવસાગરમાં ભટકાશો, હેરાન અતિશય થાશો;પાછળથી બહુ પસ્તાશો.
તેથી તત્કાળ જપો જગપાળ, તજી જંજાળ;સદા સુખકારી.સમર્યા.
કોઇ નથી(૩)જગતમાં તારુ, સંકટમાં સહાય થનારુ;
સ્વારથીયાં સહુ સંસારી, દિકરા ને બંધુ નારી;અંતરમાં વાત વિચારી.
નારાયણદાસ ટળે સૌ ત્રાસ, ભજો અવિનાશ;ભકત ભયહારી.સમર્યા. ૪ 

મૂળ પદ

ખુબ થશે ખુબ થશે ખુબ થશે ફજેતી તારી,

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી