ભવતણી ભવતણી ભવતણી કરો ભલાઇ૨/૨

પદ-૨/૨

પદ-૩૦૪

ભવતણી ભવતણી ભવતણી કરો ભલાઇ;

ગોવિંદ તણા ગુણ ગાઇ.

શું લાવ્યા શું લઇ જાવું, શું લાલચમાં લપટાવું;

શું માયામાં મલકાવું.

નારાયણ નામ જપિ અભિરામ, અલૌકિક ધામ;

જશો વખણાઇ.ગોવિંદ.૧

નવ રહે(૩)ધરા ને ધામ, સુત વિત દારાદિ તમામ;

એક પલમાં ઉડી જાશે, અણધાર્યું અધવચ થાશે;

કાયા કાચી કરમાશે.

પ્રભુની બીક ધરો તો ઠીક, મરણ નજીક;

ભમે છે ભાઇ.ગોવિંદ.૨

નવ ઠરે(૩)જગતનું સુખ, અણધાર્યું આવે દુઃખ;

પછી ચીત્ત ચઢે ચકડોળે, ફરે શ્વાન સડેલા તોલે;

મુખમાંથી જેમ તેમ બોલે.

એવો સંસાર, ભીતિ ભંડાર, થશો તે પાર;

ભજો સુખદાઇ.ગોવિંદ.૩

ઉર ધરો(૩)હરિનું ધ્યાન, મુકીને સઘળું માન;

નૌકા છે હરિનું નામ, કરવાને પૂરણ કામ;

તે જપિયે આઠે જામ.

નારાયણદાસ કહે છે ખાસ, ભજો અવિનાશ;

અતિ હરખાઇ.ગોવિંદ.૪

મૂળ પદ

ખુબ થશે ખુબ થશે ખુબ થશે ફજેતી તારી,

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી