માન શિખામણ મારીરે, મુરખ મનવા; ૧/૧

પદ-૧/૧(રાગ :દાસપરે દયા લાવોરે)

પદ-૩૦૫

માન શિખામણ મારીરે, મુરખ મનવા;

માન શિખામણ મારી.ટેક.

જાવું છે પલમાં ઉઠી, રહેવાની વાતો જુઠી;

જોને અંતરમાં ધારી ધારીરે.મુરખ.૧

માયા તો દાટી છાની, કાયા તો થાશે વાની;

શું અક્કલ ગુમાવી તારી તારી રે.મુરખ.૨

સગાં તો છેટા પડશે, પાપ કીધાં તે નડશે;

લઇ જાશે જમરા મારી મારીરે.મુરખ.૩

દાસ નારાયણ ગાવે, ભક્તિ કર સાચે ભાવે;

શાન્તિ ઉર થાશે ભારી ભારીરે.મુરખા.૪

મૂળ પદ

માન શિખામણ મારીરે, મુરખ મનવા;

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી