દુઃખ વેઠે દુર્મતિરે, ભજન વિના;૨/૪

પદ-૨/૪

પદ-૩૦૭

દુઃખ વેઠે દુર્મતિરે, ભજન વિના;

સુખ નાવે એક રતિરે.ભજન.ટેક.

જગમાં તું આવ્યો જ્યાંથી, પ્રભુને વિસાર્યા ત્યાંથી;

હવે સુખ હોય ક્યાંથીરે.ભજન.૧

શઠની સોબત કીધી, સારી મતિ છોડી દીધી;

ચોરાશી તો માગી લીધીરે.ભજન.૨

કુડ ને કપટ કીધું, દાન દયા છોડી દીધું;

વિષય રૂપી ઝેર પીધું રે.ભજન.૩

દાસ તો નારાયણ કહે, સુખ શ્રીજી પાસ રહે;

કુસંગી તે ક્યાંથી લહેરે.ભજન.૪

મૂળ પદ

કોણ તું ને ક્યાંથી આવ્યોરે વિચારીને જોને;

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી