ગાફલ ગમાર ત્હારી શી ગતિ થાશે;૧/૪

પદ-૧/૪(રાગ :શ્રીજી મહારાજ માગું શરણ)
પદ-૩૧૦
 
ગાફલ ગમાર ત્હારી શી ગતિ થાશે;શી ગતિ થાશે જ્યારે જમરા દેખાશે.ગાફ્લ. ટેક
વ્યસની જન વ્હાલા લાગે, સતસંગથી છેટો ભાગે;મોઢું તો માર માગે ગોવિંદ ન ગાશે. ગાફલ.૧
બંગલા તો બેશ બનાયા, નાખીને ઊંડા પાયા;કાચી ન જાણી કાયા ક્ષણમાં સુકાશે. ગાફલ.૨
લોભી થઇ બેઠો લુચ્ચો, કામનીયે કીધો કુચો;મુખડામાં મારી ડુચો જમ લઇ જશે. ગાફલ.૩
કુટુંબી સર્વે કાચું, અંતે પડવાનું પાછું;સમઝીને કે'છે સાચું નારણદાસ. ગાફલ.૪

મૂળ પદ

ગાફલ ગમાર ત્હારી શી ગતિ થાશે;

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી