દુર્મતિ દેખ તારા દીલમાં તપાસી, દીલમાં તપાસી;૨/૪

પદ-૨/૪

પદ-૩૧૧

દુર્મતિ દેખ તારા દીલમાં તપાસી, દીલમાં તપાસી;

થઇ છે હાણ ને હાંસી.દુર્મતિ.ટેક.

ભત્રિજા ભગીની તારી, પુત્રને બંધુ નારી;

જુઠાં સર્વે સંસારી, માસો ને માસી.દુર્મતિ.૧

ભુંડપના ભાર લીધા, વિષયના પ્યાલા પીધા;

વેગે વિસારી દીધા વિશ્વવિલાસી.દુર્મતિ.૨

ચાડી કરતો ન ચુકે, માન મમતા ન મુકે;

હુકો ને ચલમો ફૂંકે, ફરવા ચોરાશી.દુર્મતિ.૩

દાસ નારાયણ કે'છે સમજી સંત્સંગમાં રે છે;

તેને બચાવી લે છે અક્ષરના વાસી.દુર્મતિ.૪

મૂળ પદ

ગાફલ ગમાર ત્હારી શી ગતિ થાશે;

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી