ઓળખી લ્યો આજ આવ્યા અક્ષરવાસી;૪/૪

 

પદ-૪/૪                             પદ-૩૧૩
ઓળખી લ્યો આજ આવ્યા અક્ષરવાસી;
        અક્ષરવાસી પ્રભુ સદા, સુખરાશી. ઓળખી.ટેક.
જેને શેષ નારદ ગાવે, દેવાદિક દર્શને આવે;
        નિરખીને આનંદ પાવે, વિશ્વ વિલાસી. ઓળખી.૧
કોટી કોટી જગના કર્તા, ધર્મ ઘેર હરતા ફરતા;
        લીલા કરતા વિચરતા, શ્રી અવિનાશી. ઓળખી.૨
મોટાં મોટાં કાર્ય કીધાં, શાંતિ ને સુખડા દીધાં;
        સૌને સંભાળી લીધાં, પ્રેમીના પ્યાસી. ઓળખી.૩
દાસ નારાયણ કે'છે, માયા પર અક્ષર જે છે;
        તેના નિયંતા એ છે પૂરણ પ્રકાશી. ઓળખી.૪

 

 

મૂળ પદ

ગાફલ ગમાર ત્હારી શી ગતિ થાશે;

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી