હુકો નિત્ય હાણ કરે છે રે, પીયે તેનાં પુણ્ય હરે છે રે. ૧/૧

પદ-૧/૧(રાગ :મને વ્રજવાસ છે વાલોરે) પદ-૩૧૪ હુકો નિત્ય હાણ કરે છે રે, પીયે તેનાં પુણ્ય હરે છે રે.ટેક. પૈસા તોડીને તમાકુ લાવે બનાવી રાખે બેશ; ખાધા વિના ઘડી ચાલે ખરૂં પણ હુકો જોઇએ હંમેશ; ઘડી ઘડી હુકો ભરે છે રે.હુકો.૧ ચલમ ઠાલવે જીવ ન જાળવે, બાળે કોઇનો પાય; પાણી કહાડે ને ગંધ ઉડાડે કરે જીવ હત્યાય; આવે તેને હુકો ધરે છે રે.હુકો.૨ નાહ્યા ધોયા વિના હુકલું પીયે, પરોઢીયે ઉઠીને પહેલું; સંત બોલાવે તો સામું ન જુવે, ને કરે હૂકાની ટે’લ; તમાકુથી કોક ડરે છે રે.હુકો.૩ બહુનામીની બીક તજીને, બીડીઓ પીશે જેહ; જમના દુતો પકડી જાશે, પડશે ત્યારે દેહ; ખરો ગુન્હેગાર ઠરે છે રે.હુકો.૪ જ્ઞાન દિયે ને હુકલું પીયે ભોળવે ભોળા જન; તમાકુ જ્યારે છુટી નહિ ત્યારે જીતાયે શાનું મન; પ્રભુ બહાને પેટ ભરે છે રે.હુકો.૫ તમાકુ પીશે ચાવશે વળી સુંઘશે જે નરનાર; નારાયણદાસ કહે નરકે જઇને ખાશે જમનો માર; શાસ્ત્રો સર્વે ઉચ્ચરે છે રે.હુકો.૬

મૂળ પદ

હુકો નિત્ય હાણ કરે છે રે, પીયે તેનાં પુણ્ય હરે છે રે.

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી