દુનિયા વિષે નર દેહ ધરિને૧/૨

પદ-૧/૨(રાગ :સુનીયો અરજ મોરી)

પદ-૩૧૫

દુનિયા વિષે નર દેહ ધરિને,

ગાયા નહિ ઘડી એક હરિને.દુનિયા.ટેક.

ધંધામાં ધાયો ને ધૂળ કમાયો,

બેઠો નહિ પલવાર ઠરીને.દુનિયા.૧

પાપ જ કીધું ને પરધન લીધું,

જોયું નહિ જરી પાછું ફરીને.દુનિયા.૨

વાંક વિના ઘણા રંક રડાવ્યા,

ચાલ્યો નહિ જરી મનમાં ડરીને.દુનિયા.૩

કુટુંબ કબિલો કામ નહિ આવે,

જમ લઇ જાશે જોર કરીને.દુનિયા.૪

નારાયણદાસનો નાથ ભજ્યા વિણ,

ભોગવશો ઘણું દુઃખ મરીને.દુનિયા.૫

મૂળ પદ

દુનિયા વિષે નર દેહ ધરિને

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી