સમરો સદા સુખદાયક સ્વામી, ૨/૨

પદ-૨/૨

પદ-૩૧૬

સમરો સદા સુખદાયક સ્વામી,

શ્રી સહજાનંદ અંતરજામી.સમરો.ટેક.

કલ્યાણકારી છે અવતારી,

ધર્મધુરંધર ધામના ધામી.સમરો.૧

સત્સંગ ધારી ભજો ભયહારી,

વૃષકુળચંદ આનંદ અકામી.સમરો.૨

દિવ્ય સદા સુખ લેશે અલૌકી,

જેનાં અંતરમાં ભક્તિ દ્રઢ જામી.સમરો.૩

નિષ્કામ ભાવે ભજો નરનારી,

વિષય વાસના માત્ર વિરામી.સમરો.૪

નારાયણદાસનો નાથ ભજી લ્યો,

ભાંગશે ભવની ભુધરવર ખામી.સમરો.૫

મૂળ પદ

દુનિયા વિષે નર દેહ ધરિને

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી