માન તજી મન શુદ્ધ કરીને ભાવે ભજો ભગવાન હરિ ૧/૧

પદ-૧/૧(રાગ :હાથ જોડી તારે ચરણ પડી)

પદ-૩૧૭

માન તજી મન શુદ્ધ કરીને ભાવે ભજો ભગવાન હરિ;ટેક

માયિક આકાર જુઠા જાણી સેવો સદા શ્રી સારંગપાણી;

હરિજન ઉપર હેત આણી ભાવે ભજો ભગવાન હરિ.૧

માત સમાન ગણી પરનારી, પરધન પત્થર તુલ્ય ધારી;

ચીત્ત ચહો નહિ ચોરી જારી, ભાવે ભજો ભગવાન હરિ.૨

આનંદ મુર્તિ મંગળકારી, દયાનિધિ ભવ દુઃખ હારી;

તેને સદા ઉરમાંય ધારી, ભાવે ભજો ભગવાન હરિ.૩

હેત સમેત હરિ ગુણ ગાવા, દુર કરી સંસારી દાવા;

નારાયણ દાસ કહે સુખ થાવા, ભાવે ભજો ભગવાન હરિ.૪

મૂળ પદ

માન તજી મન શુદ્ધ કરીને ભાવે ભજો ભગવાન હરિ

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી