સૌ શાણા સોનું લુંટે, શું અભાગિયા તું ઉંઘે; ૧/૧

પદ-૧/૧(રાગ :મેમાન થયા તમે મારા)

પદ-૩૧૮

સૌ શાણા સોનું લુંટે, શું અભાગિયા તું ઉંઘે;

જ્યારે જળની વૃષ્ટિ થાશે, ત્યારે વ્રુક્ષ વેલી હરખાશે;

આ જવાસીયો સુકાશે.શું.૧

તેમ પ્રગટે હરિવર જ્યારે, પેલો વિમુખ ન માને ત્યારે;

તેને જમરા મુદગળ મારે.શું.૨

આજ પ્રગટ્યા અક્ષરવાસી સહજાનંદજી સુખરાશી;

આનંદ મુર્તિ અવિનાશી..શું.૩

સાચાને સાચ મનાશે ઉલટાને ઉલટું ભાસે;

ગુણ દાસ નારાયણ ગાશે.શું.૪

મૂળ પદ

સૌ શાણા સોનું લુંટે, શું અભાગિયા તું ઉંઘે;

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી