અલ્યા મુઢ મતિ છોડ તારી માયા, ૧/૨

 પદ-૧/૨(રાગ :દિંડી)                          પદ-૩૨૩

અલ્યા મુઢ મતિ છોડ તારી માયા,
        અલ્યા પડી જશે પલક માંહી કાયા.     ટેક.
દેહ ગેહ તજી ગયા રંક રાયા;
        અલ્યા મુઢ મતિ છોડ તારી                માયા.૧
અલ્યા કોન તું ને કોન વળી તારૂં,
હૈયા ફૂટ સીદ કે'છે મારૂ મારૂ;
        તારૂ રૂપ તારા દેહ થકી ન્યારું.             અલ્પા.૨
અલ્યા દેખ જરા દિલમાં વિચારી,
અલ્યા ભક્તિ વિણ ગયો ભવ હારી;
        કોન ગતિ થશે મુવા પછી તારી.          અલ્યા.૩
હરિ ભજન વિણ ભવાબ્ધિ ન જાયે,
હરિ શરણ વિના સુખ નહિ થાયે;
        દાસ નારાયણ ભકત એમ ગાયે.          અલ્યા.૪
 

મૂળ પદ

અલ્યા મુઢ મતિ છોડ તારી માયા,

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી