હરિ ભજો ધરી ભાવ નર નારી, ૨/૨

પદ-૨/૨

પદ-૩૨૪
હરિ ભજો ધરી ભાવ નર નારી,
જશે દુઃખ થશે સુખ સદા ભારી;
પૂરે આશ અવિનાશ અઘહારી.હરિ.૧
નિત્ય કાળ ભમે મુઢ મતિ માથે,
એકદમ જશે જીવ જમ સાથે;
કરો પુણ્ય વ્રત દાન નિજ હાથે.હરિ.૨
ઘડી ચાર પછી મરણ થશે તારું,
કરો મન ધન ધામ થકી ન્યારું;
સદા હરિ ભજો થાય અતિ સારુ.હરિ.૩
કરી પાપ અતિ સુખ મન ચહાયે,
પાપ ગયાં અતિ સુખ નહિ થાયે;
એમ નારાયણદાસ સત્ય ગાયે.હરિ.૪

મૂળ પદ

અલ્યા મુઢ મતિ છોડ તારી માયા,

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી