ધારો તમે ધારો શ્રીજીની છબી ધારો; ૧/૧

પદ-૧/૧(રાગ :બોલો મારા પ્રેમી પોપટજી)

પદ-૩૨૫

ધારો તમે ધારો શ્રીજીની છબી ધારો;

ધારો ધારો ધારો વિચારો;

ન્યારો અતિ ન્યારો પ્રભુનો પંથ ન્યારો;

આવો તમે આવો પ્રભુની પાસ આવો;

આવો આવો ભુધરજીને ભાવો,

ગાવો તમે ગાવો ગોવિંદ ગુણ ગાવો;

ગાવો ગાવો અધિક હરખાવો.ટેક.

હરિના અગણિત ગુણ મહા રસ મેવા;

તેને આરોગે મુનિ મુક્તાનંદ જેવા;

પ્રીતે પ્રસન્ન કરે જગતપતિ દેવા;

એવા સાધુનો સંગ સેવા સજીને;

રાજી કરો ભક્તિ સુતને ભજીને;

કાળ માયા ઝાળથી આત્મા બચાવો;

ચા'વો ચહાવો ગોવિંદ ગુણ ગાવો.૧

બ્રહ્મના પ્રકાશ મધ્યે દિવ્ય છબી છાજે;

એજ પ્રભુ આજ મારે અંતરે બિરાજે;

ભાગ્ય તો અધિક મારાં ઉદય થયાં આજે;

શ્રીજીનું સુખ મોટા મુનિજનો માણે;

સંસારી સુખ તેતો ઝેર તુલ્ય જાણે;

દાસ તો નારાયણ પરે નાથ દયા લાવો;

લાવો લાવો વાલમ વેલા આ લાવો.૨

મૂળ પદ

ધારો તમે ધારો શ્રીજીની છબી ધારો;

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી