નથી અધિક જગમાંરે ભજન વિણ નથી અધિક જગમાં; ૧/૧

પદ-૧/૧(રાગ :કારજ શુભ કરવારે અમારાં)

પદ-૩૨૬

નથી અધિક જગમાંરે ભજન વિણ નથી અધિક જગમાં;

હરિ ચરણના શરણ વિના ભાઇ નથી અધિક જગમાં.

સત પુરુષનો સંગ તજીને ઠરી રહ્યો ઠગમાં;

પરમહંસને પડતા મુકી જે બેઠો બગમાં.નથી.૧

હરિ હરિજનનો દ્રોહ કર્યાથી જન્મ થશે નગમાં;

કોવાડી નિજ કરમાં લઇને દેવી નહિ પગમાં.નથી.૨

ભજન વિના ભવસાગર ફરશો પશુ તથા ખગમાં;

ધન ત્રિયા બે બંધન મોટાં મોક્ષના મારગમાં.નથી.૩

મહામંત્ર હરિ નામનો અગ્નિ મુકો અધિક અઘમાં;

દાસ નારાયણ હરિ ભજી વિચારો આનંદના ઢગમાં.નથી.૪

મૂળ પદ

નથી અધિક જગમાંરે ભજન વિણ નથી અધિક જગમાં;

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી