પરનારી બંધનકારી છે અતિભારી, ૧/૧

પદ-૧/૧(રાગ :અવતારી રે ગિરધારી.)

પદ-૩૨૭

પરનારી બંધનકારી છે અતિભારી, મનમાં વિચારી જાણો જરૂર;

કરે ખ્વારી અન્તે અપારિ નરકની બારી, કષ્ટ દેનારી છે ભરપુર.ટેક.

રાવણે સીતાનું હરણ કર્યું તેથી, મરણ થયું નિરધાર;

કૈયા કિચક મન ભ્રષ્ટ થયું તેથી, કષ્ટ સહ્યું અપાર.પર.૧

ઇંદ્રને ચંદ્રને લાંછન લાગ્યાં, પરનારી સંગ પ્રતાપ;

કુભાવથી પરનારી પેખે, દુઃખ જ વેઠ્યું અમાપ.પર.૨

આ લોકમાં ઘટે આબરૂ તેની પરલોક પીડા થાય;

જે જે યોનીમાં જન્મ ધરે ત્યાં, કષ્ટ સહ્યું નવ જાય.પર.૩

દાન દયા ને તિરથ સેવા, કોટી કરે ઉપવાસ;

પરનારી સંગથી સુકૃત સર્વે, પામે પલકમાં નાશ.પર.૪

પુરુષને પરત્રિયા જેવી, નારીને પરનાર તેમ;

ઉભય ભ્રષ્ટ થઇ દુઃખ વેઠે, શાસ્ત્રો કહે છે એમ.પર.૫

પોતાના જીવનું રુડું ચહોતો, ત્યાગ કરો પરનાર;

નારણદાસના નાથને સેવો, ભકત બીજા ને ઉદાર.પર.૬

મૂળ પદ

પરનારી બંધનકારી છે અતિભારી,

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી