ભજન કરો ભાવથી સદાય નર ને નારી; ૧/૧

પદ-૧/૧(રાગ :નજર કરો નાથ જરી)

પદ-૩૨૮

ભજન કરો ભાવથી સદાય નર ને નારી;

ઉત્તમ ગતિ આપશે કૃપા કરી મોરારી.ટેક.

દુઃખ દરિયા સંસારમાં નૌકા છે હરિ નામ,

પાર ઉતરવા પ્રેમથી ભજવા શ્રી ઘનશ્યામ;

વિષય રાગ ત્યાગ કરી માન મોહ મારી.ભજન.૧

હરિ કથા કીર્તન વડે શાન્તિ સર્વે થાય,

આનંદ ઉર વાધે ઘણો જન્મ મરણ દુઃખ જાય;

પુણ્યદાન વ્રત કરો એક ટેક ધારી.ભજન.૨

ભક્તિ કરો ભગવાનની જન્મીને જગમાંય,

આ લોક ને પરલોકમાં સુખડા થાય સદાય;

દાસ તો નારાયણ ભજે વિશ્વના વિહારી.ભજન.૩

મૂળ પદ

ભજન કરો ભાવથી સદાય નર ને નારી;

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી