મનુષ્ય દેહ મુઢ મતિ નહિ મળે ફરી;૨/૨

પદ-૨/૨

પદ-૩૩૨

મનુષ્ય દેહ મુઢ મતિ નહિ મળે ફરી;

નહિ મળે ફરી વિચારી જોને તું જરી.મનુષ્ય.ટેક.

પ્રગટ પુરુષોત્તમ ભજો મન મગન કરી;

પ્રભુ પ્રતાપે જશો ભવાબ્ધિ તરી.મનુષ્ય.૧

ચિંતામણી મનુષ્ય તણો દેહ આ ધરી;

મોક્ષનું સાધન રૂપ જો ભજો હરિ.મનુષ્ય.૨

વિષય તજીને ભજો ભાવ તો ભરી;

કામ ક્રોધ લોભ થકી ચાલવું ડરી.મનુષ્ય.૩

સત્પુરુષનો સંગ કરી બેસવું ઠરી;

નારાયણદાસ ખાસ કહે જવું છે મરી.મનુષ્ય.૪

મૂળ પદ

સંત સમાગમ કરી ભકત જે થશે;

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી