પાપ જે જે કર્યા છાનાં, નથી તે ગુપ્ત રહેવાનાં;૨/૪

પદ-૨/૪

પદ-૩૩૪

પાપ જે જે કર્યા છાનાં, નથી તે ગુપ્ત રહેવાનાં;

ઉઘાડાં પલકમાં, થાશે, જગતમાં આબરૂ જાશે.૧

કપટનો કુંભ ઉભરાશે, તે ઘડીએ ચોર પકડાશે;

કુકર્મી કેદમાં જાશે, ફજેતી લોકમાં થાશે.૨

નકામો જાય જનમારો, ન આવે દુઃખનો આરો;

આયુષ તો ખૂટેશે જ્યારે રે, જમરા લઇ જશે ત્યારે.૩

કર્યા જે પાપ તે નડશે, નરકના કુંડમાં પડશે;

નારાયણદાસ કહે સાચું, કદી તે નહિ પડે કાચું.૪

મૂળ પદ

કપટી ક્યાં જવાનો છું, પ્રભુના હાથમાંથી તું;

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી