પચે નહિ પારકું નાણું, નાહકનું તે નકી નડશે;૩/૪

પદ-૩/૪

પદ-૩૩૫

પચે નહિ પારકું નાણું, નાહકનું તે નકી નડશે;

પશુ કે ઝાડ સરજીને, વ્યાજ ગણી આપવું પડશે.૧

વચન તો શાસ્ત્રોના જે જે, પડે નહિ તે કદી ખોટાં;

વિચારી ચાલજો વીરા, આવશે દુ:ખડાં મોટાં.૨

દગા દીધાં સગા સારૂ, કુબુદ્ધિ કામ તે નાવે;

દેહ સુખ સારુ જ્યાં ત્યાં દોડ્યો, મનમાં જેમ જ ફાવે.૩

પાપનાં પોટલાં બાંધી, આત્મા એકલો જાશે;

નારાયણદાસ કે સાચું, મુઢ ત્યાં માર બહુ ખાશે.૪

મૂળ પદ

કપટી ક્યાં જવાનો છું, પ્રભુના હાથમાંથી તું;

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી