અધર્મી દેખને અંધા, અકલ તો ક્યાં ગઇ ત્હારી;૪/૪

પદ-૪/૪
પદ-૩૩૬
અધર્મી દેખને અંધા, અકલ તો ક્યાં ગઇ ત્હારી;
        યમના કિંકરો તુંને, પલકમાં લઇ જશે મારી.           ૧
કપટ તો કામની સારુ, કુકર્મી ક્રોડ તેં કીધા;
        ભરીને પાપનાં ગાડા, પોતાનાં શિર પર લીધાં.       ૨
કિનારો ભવતણો ખોયો, મનુષ્યનો દેહ જ મોટો;
        ન જાણ્યા નાથને જેણે, મુરખ તે ખર થકી ખોટો.    ૩
ઉપરના ચાર પદનો જે, વિચારી સાર તે લેશે;
        નારાયણદાસ કહે સાચું, હરિનો ભકત થાશે.            ૪
 

મૂળ પદ

કપટી ક્યાં જવાનો છું, પ્રભુના હાથમાંથી તું;

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી