વારંવાર મનુષ્ય તન નાવે, જ્ઞાન વિના તે તું વ્યર્થ ગુમાવે. ૧/૧

પદ-૧/૧(રાગ :પીલુની ઠુમરી)

પદ-૩૩૭

વારંવાર મનુષ્ય તન નાવે, જ્ઞાન વિના તે તું વ્યર્થ ગુમાવે.ટેક.

ચિંતામણીમય મનુષ્ય તણો દેહ,

અધિક પુન્યવંત પ્રાણી પાવે.વારંવાર.૧

ભરતખંડની ભૂમિકા ભારી યોગ,

અમુલ્ય ફરી ફરી નાવે.વારંવાર.૨

દેવોને દુર્લભ દેહ મનુષ્યનો,

વેદ પુરાણ ગીતા એમ ગાવે.વારંવાર.૩

સુત વિત દારા માલ ખજીના,

અન્તસમે કશું કામ ન આવે.વારંવાર.૪

મુઢ મતિને રતિ નહિ સુઝે,

શઠ પુરુષને શું સમજાવે.વારંવાર.૫

નારાયણદાસના નાથનું નિત્યે,

ભજન કરો તો ભવ દુઃખ જાવે.વારંવાર.૬

મૂળ પદ

વારંવાર મનુષ્ય તન નાવે, જ્ઞાન વિના તે તું વ્યર્થ ગુમાવે.

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી