ધિક ધિક ધર્યો અવતાર, હરિગુણ ન ગાયા લગાર૧/૨

પદ-૧/૨(રાગ :બનજારો)

પદ-૩૩૮

ધિક ધિક ધર્યો અવતાર, હરિગુણ ન ગાયા લગાર;ટેક.

કર્યું સગાનું બહુમાન, મેલ્યા વિસારીને ભગવાનરે;

લીધો કુટુંબિનો ભાર.હરિ.૧

નારી આગળ તરણાને તોલે, ધીરો રહિને બીતો બીતો બોલેરે;

ધુવે બાળક ગુદા ગમાર.હરિ.૨

સુત દારામાં સ્નેહ જ કીધો, સાચા સંતોનો સંગ છોડી દીધોરે;

થયો ઘેલો દેખીને પરિવાર.હરિ.૩

ગોરું તન જોઇ મને ફૂલે, પણ યમ કિંકર નહિ ભૂલેરે;

તારાં પાપ તપાસી મારે માર.હરિ.૪

પરત્રીયા ને પરધન તાકે, ચોરી ચાડી કરતો નવ થાકેરે,

ભરે પાપ તણો શિર ભાર.હરિ.૫

તારી આગળ શી ગતિ થાશે, ભકત નારાયણદાસ પ્રકાશેરે;

માટે ભજો જગત કરતાર.હરિ.૬

મૂળ પદ

ધિક ધિક ધર્યો અવતાર, હરિગુણ ન ગાયા લગાર

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી