ભજો ભય ભંજન ભગવાન, તજો તન જોબન અભિમાન;૨/૨

પદ-૨/૨

પદ-૩૩૯

ભજો ભય ભંજન ભગવાન, તજો તન જોબન અભિમાન;ટેક.

તન જોબનમાં ગુલતાન, એતો નર્ક જવાનું નિદાનરે;

એમ જાણજો સહુ બુદ્ધિવાન.ભજો.૧

કેવો બળીયો રાવણ રાજા, જેને સમૃદ્ધિ ને સુત ઝાઝારે;

તેનું થઇ ગયું ખેદાન મેદાન.ભજો.૨

જોને દુર્યોધને દ્રોહ કીધો, પાંડવ પાંચેનો અવગુણ લીધોરે;

પછી સુતો જઇ સમશાન.ભજો.૩

એવા ગર્વ ગંજન ગીરધારી, હણ્યા આપે અધિક અહંકારીરે;

તેનું ખેંચી લીધું ખાન પાન.ભજો.૪

રાજ સાજ સંપત્તિ સુત દારા, ઘરબાર ખજીના પ્યારારે;

તેને જાણવું સપના સમાન.ભજો.૫

માટે હરિ ભજો ધરી ભાવે, દાસ નારાયણ તે સંત ગાવેરે;

કરો તિર્થ ને વ્રત દાન.ભજો.૬

મૂળ પદ

ધિક ધિક ધર્યો અવતાર, હરિગુણ ન ગાયા લગાર

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી