શુરા થઇને સતસંગ કરીયે તો ઉતરીયે પાર જોને; ૧/૧

પદ-૧/૧(રાગ :હરિનો મારગ છે શુરાનો)

પદ-૩૪૨

શુરા થઇને સતસંગ કરીયે તો ઉતરીયે પાર જોને;

મોંઘો અવતાર મનુષ્ય તણો તે ન આવે બીજી વાર જોને.૧

પ્રગટ હરિને શરણે જઇને ભજીયે શ્રી ઘનશ્યામ જોને;

ધર્મ નિયમ ને ધીરજ ધારી રૂદિયે રટીએ રામ જોને.૨

પરમહંસ પરખીને પુરા કરીયે તેની સેવ જોને;

પરનારી ને પરની નિંદા તે તજીયે તતખેવ જોને.૩

હરતાં ફરતાં ખાતાં પીતાં જપિયે શ્રી જગદીશ જોને;

દુર્જનીયા જે નંદે વંદે રતિ ન કરીયે રિષ જોને.૪

અજ્ઞાની ને મદ મસ્તાની બોલે અવળું છેક જોને;

દુઃખ લગાડી રિસ કરીને ગાળ ન દઇએ એક જોને.૫

ભાંડ ભવાઇયા નાટક ચેટક તે જોવા નવ જઇએ જોને;

નારાયણદાસ કહે નિર્મળ થઇને ગુણ હરિના ગાઇએ જોને.૬

મૂળ પદ

શુરા થઇને સતસંગ કરીયે તો ઉતરીયે પાર જોને;

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી