એક પલકમાં જાવું પ્રાણી ઘરને છોડીને;૧/૨

પદ-૧/૨(રાગ :દેખ વિચારી દીલમાં તેરા કોન સગાવે)

પદ-૩૪૫
એક પલકમાં જાવું પ્રાણી ઘરને છોડીને;
                ઘરને છોડીને સબંધી સાથ તોડીને. એક.ટેક.
દ્રવ્ય લાવ્યો દેશ વિદેશમાં દોડી દોડીને;
                દાટ્યું રહે દેખ દિવાના આંખ ફોડીને. એક.૧
મરણ ભમે નિત્ય શું તું રહ્યો પોઢીને;
                કાળ કરી જોર લેશે માન મોડીને. એક.૨
સુપાત્ર ને દાનમાં ન આપી કોડીને;
                પ્રભુ પાય લાગ્યો નહિ હાથ જોડીને. એક.૩
અધર્મની ધ્વજા બેઠો ઘેર ચોડીને;
                નારણદાસ કહે ભજો હરિ હોડીને  એક.૪

મૂળ પદ

એક પલકમાં જાવું પ્રાણી ઘરને છોડીને;

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી