તુટશે તારો તુટશે તારો સગાનો સબંધ;૨/૨

પદ-૨/૨

પદ-૩૪૬

તુટશે તારો તુટશે તારો સગાનો સબંધ;

સગાનો સબંધ જોને હૈડા ફૂટ્યા અંધ તુટશે.ટેક.

બાળકો દેખી બાવરો થઇને ફરતો લઇને ખંધ;

અન્ત વખતમાં અળગાં રહેશે ઉઠશે જ્યારે ગંધ.તુટશે.૧

ત્રિયા તરૂણ જોઇને મોહિને થયો અંધ ધંધ;

કુડિયા કપટી લપટી લુચ્ચા તારા તે ભાઇબંધ.તુટશે.૨

લાજનું લગડું કરીને ઝઘડું માથે લીધું મંદ;

ભુંડાઇ કેરા ભારા બાંધ્યા ભલાઇ કિધિ બંધ.તુટશે.૩

કુટુંબ સારૂ કામ બગાડ્યું ને પડ્યો જમને ફંદ;

નારણદાસ કે નફટ હવે ભોગવ જમનો દંડ.તુટશે.૪

મૂળ પદ

એક પલકમાં જાવું પ્રાણી ઘરને છોડીને;

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી