ભજ્યા વિના ભૂધર રે, ૧/૧

પદ-૧/૧(રાગ :વાલા વિના વ્રેહનીરે)

પદ-૩૪૮
ભજ્યા વિના ભૂધર રે,
તને જમરા જરૂર લેવા આવશે.ભજ્યા.
લોહ જંજીરા જમદુતના હાથમાં,
મારતાં કોણ મુકાવશે.ભજ્યા.
વઇતરણની અતિ વેદના ભારી,
કાગ ને નાગ કરડાવશે.ભજ્યા.
લોઢાના ભાલા અતિ તીખા અણિયાળાં,
મારી મારીને ત્યાં ચલાવશે.ભજ્યા.૩
કોમળ કાયા તારી કંકુ સરીખી,
તેલ કઢામાં તેને તાવશે.ભજ્યા.૪
નારાયણદાસ કહે જો નહિ માનો તો,
જમરા જરૂર મનાવશે.ભજ્યા.૫

મૂળ પદ

ભજ્યા વિના ભૂધર રે,

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી