પ્રભુ પ્રગટ્યા છપૈયા પુરમાંરે, પછી આવ્યા છે પશ્ચિમ દેશ.૧/૪

પદ-૧/૪(રાગ :સખી ગોકુલ ગામના ચોકમાંરે)

પદ-૩૫૧

પ્રભુ પ્રગટ્યા છપૈયા પુરમાંરે, પછી આવ્યા છે પશ્ચિમ દેશ.

આજ અક્ષરવાસી ભલે આવિયારે.ટેક.

ઘણી લીલા કરી ગઢપુરમાંરે, સુખકારી સદા સર્વેશ.આજ.

દીનબંધુ દયા કરી આવિયારે.મહામુક્તો સહિત મહારાજ.આ.

નરનારીને પાર ઉતારવારે, હરિભક્તોનાં કરવાને કાજ.આજ.

ઘણા સંતોને લાડ લડાવીયારે, ઘણા મુક્તોને આપ્યાંછે માન.આ.

ઘણા ભક્તોનાં સંકટ ભાગીયાંરે, ઘણા હરિજન કરે ગુલતાન.આજ.

વાલે અક્ષરનું બારણું ઉઘાડીયું રે, હરિભક્તોનાં કીધાં કલ્યાણ.આજ.

મળ્યા નારાયણદાસના નાથજીરે, જેનાં વેદ કરે નિત્ય વખાણ.આ.

મૂળ પદ

પ્રભુ પ્રગટ્યા છપૈયા પુરમાંરે, પછી આવ્યા છે પશ્ચિમ દેશ.

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી