વાલે સત્સંગ વધાર્યો શિરોમણીરે, દેશોદેશ ઘેર ગુણ ગાય;૩/૪

પદ-૩/૪

પદ-૩૫૩

વાલે સત્સંગ વધાર્યો શિરોમણીરે, દેશોદેશ ઘેર ગુણ ગાય;

સુખ શાન્તિ સદા સત્સંગમાંરે.

સુખનિધી સમૈયા બાંધિયારે, સંઘ આવે ને ભિડ બહુ થાય.૧

સંત સાચા શિરોમણી શોભાતારે, સત્સંગી તણો નહિ પાર;

નિયમ ધારીને ધર્મ રૂડો પાળતારે, નથી ચુકતા ટેક લગાર.૧

ધર્મ સેતુ બાંધી ધર્મ લાલજીરે, કરી કામ ક્રોધ લોભનો ત્યાગ;

જ્ઞાન ભક્તિ વૈરાગ્ય દ્રઢ જોઇનેરે, નથી માયાને પેસવાનો માર્ગ.૩

મોટાં મંદિર કરીને દેવ સ્થાપિયારે, સહુ દર્શન કરે નરનાર;

મળ્યા નારણદાસના નાથજીરે, આજ ઉતરીયા ભવજળ પાર.૪

મૂળ પદ

પ્રભુ પ્રગટ્યા છપૈયા પુરમાંરે, પછી આવ્યા છે પશ્ચિમ દેશ.

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી